મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: માંગરોળ પંથકમાં ભારે વરસાદથી ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન

જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફ

તસવીર: gstv

જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. અતિભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં ઉભા પાક સાથે ઉપજાઉ જમીન પણ ધોવાઈ ગઈ છે. ખેતરોમાંથી માટી વહી જતાં મોટા પથ્થરો અને કાંકરા બહાર આવી ગયા છે, જેના કારણે ખેતીલાયક જમીનને પણ ભારે નુકસાન થયું છે. વરસાદનું જોર ઘટતાં હવે ખેડૂતો ખેતરોને ફરી ખેતીલાયક બનાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ભારે મશીનરીના અભાવે અનેક ખેડૂતો જાતે જ પથ્થરો દૂર કરી જમીન સમતળ કરવાની કામગીરીમાં જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે પાકના નુકસાનની સાથે હવે જમીનની મરામત માટે પણ વધારાનો ખર્ચ અને મહેનત કરવી પડી રહી છે. ખેડૂતો સરકારે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી પાક અને જમીનના ધોવાણનું યોગ્ય મૂલ્યાંકન કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે.  

આ સમાચાર શેર કરો