મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ ખેડૂતોએ ભાજપ નેતા, ધારાસભ્ય અને સાંસદના ઉધડા લીધા.

હળવદ મામલતદાર કચેરીમાં મોરબી કલેક્ટર સાથેની બેઠક પહેલા જ ખેડૂતો અને સરપંચોએ ભારે હોબાળો મચાવી બહિષ્કા

હળવદ મામલતદાર કચેરીમાં મોરબી કલેક્ટર સાથેની બેઠક પહેલા જ ખેડૂતો અને સરપંચોએ ભારે હોબાળો મચાવી બહિષ્કાર કર્યો હતો. આ સમયે સમજાવવા આવેલા એપીએમસી ચેરમેન રજની સંઘાણી અને ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના નેતાઓ પર ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ નેતાઓના જોરદાર ઉધડા લેતા આક્ષેપ કર્યો કે, "તમે લોકો માત્ર ચૂંટણી સમયે જ મોઢું બતાવવા આવો છો." સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ સિહોરા સામે પણ ખેડૂતોએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી કચેરી પરિસર ગજવ્યું હતું.

આ સમાચાર શેર કરો