મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gujarat Assembly: વંદે માતરમ્ મુદ્દે ગરમાયું રાજકારણ, જિજ્ઞેશ મેવાણીએ ભાજપ અને RSS પર કર્યા આકરા પ્રહાર

VIDEO: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન

તસવીર: GSTV

VIDEO: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે વંદે માતરમ્ સંકલ્પને લઈને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા લાવવામાં આવેલા આ સંકલ્પ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. મેવાણીએ ભાજપ અને આરએસએસ (RSS)ની વિચારધારા પર સવાલો ઉઠાવતા સરકાર પાસે શહીદોની યાદી માંગી છે.

11 RSS સભ્યોના નામ જાહેર કરવાની માંગ
જિજ્ઞેશ મેવાણીએ ગૃહમાં પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, "જો ભાજપ રાષ્ટ્રભક્તિની વાતો કરતી હોય, તો વિધાનસભા સત્ર પૂરું થાય તે પહેલાં એવા 11 RSS સભ્યોના નામ જાહેર કરે જેઓ વંદે માતરમ્ બોલીને દેશ માટે શહીદ થયા હોય." તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજો સામે લડીને આઝાદીનો પાયો નાખ્યો હતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેની એકતાનું લોહી વહેલું છે.

સરકાર પર આકરા આક્ષેપો
ધારાસભ્ય મેવાણીએ ભ્રષ્ટાચાર અને 'દીકરીની જાસૂસી' જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવતા કહ્યું હતું કે જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને દીકરીઓની જાસૂસી કરે છે, તેમના મોઢે વંદે માતરમ્ જેવો પવિત્ર નારો શોભતો નથી. આ નિવેદનને પગલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી.

જિજ્ઞેશ મેવાણીના આ નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પડકારનો શું જવાબ આપે છે.

આ સમાચાર શેર કરો