VIDEO: ઐતિહાસિક દાંડી સત્યાગ્રહ સ્મારક ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, ૪૫૦થી વધુ લોકો જોડાયા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીની ઐતિહાસિક સત્યાગ્રહ ભૂમિ દાંડી યોગમય બની હતી. દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, સ્મારકના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ સહિત 450થી વધુ લોકોએ સામૂહિક યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. વહેલી સવારથી જ સ્મારક પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યોગ ટ્રેનર્સે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. ઐતિહાસિક દાંડીની ધરતી પરથી સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.



