મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોંડલ માર્કેટ યાર્ડ જન્માષ્ટમીની રજાઓ બાદ ફરી થયું ધમધમતું

VIDEO: રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ આજે એક અઠવાડિયાની રજાઓ બાદ ફરીથી શરૂ કરવામા

VIDEO: ગોંડલ માર્કેટ યાર્ડ જન્માષ્ટમીની રજાઓ બાદ ફરી થયું ધમધમતું

VIDEO: રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ આજે એક અઠવાડિયાની રજાઓ બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ વેપાર-ધંધાનો પ્રારંભ થયો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની 1 ભારી 
સાથે 3 મણ નવા કપાસની આવકના શ્રીગણેશ થયા છે.

ગોંડલ માર્કેટ યાર્ડ જન્માષ્ટમીના તહેવારો અને પવિત્ર શ્રાવણ માસની 8 દિવસની રજાઓ પૂર્ણ થતા ફરી એકવાર ધમધમતું થઈ ગયું છે. માર્કેટ યાર્ડ શરૂ થતા વેપારીઓ, મજૂરો અને અન્ય લોકોની ભીડ ફરી જોવા મળી હતી. નવા કપાસના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1981/-બોલાયા હતા. માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થતા યાર્ડમાં મગફળી,લસણ,ડુંગળી,એરંડા સહિતની અનેક જણસીઓની આવક જોવા મળી હતી. 

આ સમાચાર શેર કરો