VIDEO:ગીર જંગલ સફારી ચાર મહિના માટે બંધ,
ચોમાસાના આગમન અને એશિયાટિક સિંહોના સંવનનકાળને ધ્યાનમાં રાખીને આજથી ગીર-ગિરનાર જંગલ સફારી સત્તાવાર રીતે ચાર

ચોમાસાના આગમન અને એશિયાટિક સિંહોના સંવનનકાળને ધ્યાનમાં રાખીને આજથી ગીર-ગિરનાર જંગલ સફારી સત્તાવાર રીતે ચાર મહિના માટે બંધ કરવામાં આવી છે. સામાન્ય રીતે ૧૫ જૂને બંધ થતી સફારી આ વર્ષે ચોમાસું મોડું હોવાથી એક અઠવાડિયું લંબાવી ૨૨ જૂન સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું...હવે ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે, જોકે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન દેવળીયા અને આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈ શકશે.




