VIDEO: શાપર લૂંટ કેસમાં ચાર વધુ આરોપીઓની ધરપકડ
રાજકોટ જિલ્લાના શાપર ગામે રૂપિય બે કરોડ 48 લાખની લૂંટ કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી

રાજકોટ જિલ્લાના શાપર ગામે રૂપિય બે કરોડ 48 લાખની લૂંટ કેસમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે જમીનના પેટા ભાગીયા બહાદુરે લૂંટારૂઓને ચોક્કસ માહિતી આપી હતી. મૂળ પ્લાન 17 તારીખે લૂંટ કરવાનો હતો પરંતુ અપશુકન થતા તેમણે 18 તારીખે ગુનો આચર્યો હતો. ગોંડલના કોલીથડ ગામેથી પકડાયેલા આ ચાર શખ્સો પાસેથી 12.50 લાખની રોકડ મળી છે. અત્યાર સુધીમાં કુલ 7 આરોપી ઝડપાઈ ચૂક્યા છે, જેમની પાસેથી 45.50 લાખની રોકડ, બાઈક અને તુફાન ગાડી કબ્જે કરવામાં આવી છે. હજુ પણ 6 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.




