VIDEO : સગીરા સાથે જબરદસ્તી લિપ કિસ: બે આરોપીઓને 6-6 વર્ષની કેદ
અમદાવાદમાં પોક્સો વિશેષ અદાલતે સગીરા સાથે જાહેરમાં જબરદસ્તી લિપ કિસ કરવાના કેસ


અમદાવાદમાં પોક્સો વિશેષ અદાલતે સગીરા સાથે જાહેરમાં જબરદસ્તી લિપ કિસ કરવાના કેસમાં બે આરોપીઓને 6-6 વર્ષની કેદની સજા ફટકારી છે. 26 વર્ષીય આકાશ પરમાર અને 20 વર્ષીય મોહિત નાડિયાને દોષિત ઠેરવતા કોર્ટે પીડિત સગીરાને રૂપિયા 25 હજાર વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. વર્ષ 2024માં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં બંને સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર અને કે.જી. જૈનની દલીલો તેમજ 7 સાક્ષી અને 10 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ફરિયાદ મુજબ, 15 વર્ષની સગીરા સાંજના સમયે દૂધ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં રોકીને જબરદસ્તી લિપ કિસ કરી હતી. જેના કારણે તેના હોઠ પર ઈજા પણ થઈ હતી.




