VIDEO: પાટણમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, હજારો બોટલ પાણી સીઝ
પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી

પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવન શ્રીજી ડેરી પ્રોડક્ટ ખાતે મેંગો મિલ્ક શેકનો નમૂનો લેવામાં આવ્યો હતો. સાથે જ 180 કિલોગ્રામ કેરી અને 60 કિલોગ્રામ મેંગો મિલ્ક શેકનો નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 17 હજારથી વધુ હોવાનું જણાવાયું છે. બીજી તરફ બનાસ બેવરેજીસના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર યુનિટમાં તપાસ દરમિયાન 18 હજાર 240 પાણીની બોટલો સીઝ કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 3 લાખ 64 હજાર જેટલી થાય છે. બંને સ્થળોના ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




