મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત પાલિકા તંત્રની હેરાનગતિથી કંટાળી 75 વર્ષના વૃદ્ધ દંપતીએ માગ્યું ઈચ્છામૃત્યુ

સુરતમાં 75 વર્ષીય વૃદ્ધ દંપતીએ ઇચ્છામૃત્યુ માટે કલેક્ટર

સુરતમાં 75 વર્ષીય વૃદ્ધ દંપતીએ ઇચ્છામૃત્યુ માટે કલેક્ટરને અરજી આપતાં ચકચાર મચી છે. દંપતીનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાના તંત્રની સતત હેરાનગતિથી તેઓ કંટાળી ગયા છે. વર્ષો પહેલાં માર્ગ અકસ્માતમાં પુત્ર, વહુ, પૌત્રો, દીકરી અને અન્ય સ્વજનોના મોત બાદ તેઓ એકલા પડી ગયા હતા. પાંડેસરા વિસ્તારમાં આવેલી તેમની દુકાનોને વારંવાર સીલ કરવામાં આવતાં જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પણ બંધ થઈ ગયું છે. હાઇકોર્ટના આદેશ બાદ દુકાનો ખોલાઈ હોવા છતાં ફરી કાર્યવાહી થતાં દંપતી વ્યથિત બન્યું છે. દંપતીએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે ઇચ્છામૃત્યુની અરજી કરી છે.

આ સમાચાર શેર કરો