મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના ટંકારા પાસે ગમખ્વાર અકસ્માત: 2 કાર વચ્ચેની ટક્કરમાં 6 ઘાયલ, કારમાંથી મળ્યો દારૂ!

VIDEO: મોરબી જિલ્લાના ટંકારા તાલુક

VIDEO: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટાટા પંચ અને વેગનઆર કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં છ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, હમીરપર ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી પંચ ગાડી અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 6 લોકોને તાત્કાલિક ધોરણે પડધરીની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

દારૂનો મામલો આવ્યો સામે
આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, અકસ્માતગ્રસ્ત પંચ કારમાંથી દારૂનો જથ્થો હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો