મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટડી નગરપાલિકાની 'દાદાગીરી' સામે ખેડૂતોમાં રોષ, ખેતરોમાં ગેરકાયદેસર રસ્તો બનાવવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કથિત દાદાગી

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કથિત દાદાગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ નગરપાલિકા પર તેમના ખેતરોની જમીનમાંથી દાદાગીરીપૂર્વક ગેરકાયદેસર રસ્તો બનાવી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, નગરપાલિકાએ તેમના ખેતરોની વચમાં થઈને રસ્તો બનાવ્યો છે. આ કૃત્યથી ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. એક તરફ તેમની ખેતીની જમીનનો ઉપયોગ રસ્તો બનાવવા માટે થયો છે, અને બીજી તરફ ખેતરમાંથી રસ્તો પસાર થવાને કારણે તેમની કિંમતી જમીનોનું વેલ્યુએશન (મૂલ્ય) પણ ઘટાડી દેવામાં આવ્યું છે. 

ખેડૂતોનો આરોપ છે કે તેમણે આ ગેરકાયદેસર બાંધકામ અંગે અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં, સત્તાધીશો તેમની વાત સાંભળતા નથી અને તેમને સતત અવગણવામાં આવી રહ્યા છે. નગરપાલિકાની આ બેદરકારીભરી નીતિથી ખેડૂતો ભારે પરેશાન થયા છે.

આ સમાચાર શેર કરો