VIDEO: ડભોઈ તાલુકામાં માવઠાને લીધે પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ભારે રોષ
VIDEO: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર, સોયાબિન,
VIDEO: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર, સોયાબિન, કપાસ અને દિવેલા જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થયું છે. વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી સરકાર તરફથી નુકસાનીનો સર્વે થાય છે, પરંતુ હકીકતમાં રૂપિયામાં સહાય મળતી નથી.
આ વખતે પણ સર્વેના નામે માત્ર વચનો જ મળ્યાં છે, સહાય શૂન્ય. પાક ખલાસ થતાં આગળ શિયાળુ પાક લેવા માટેનો ખર્ચ પણ ખેડૂત આપી શકતો નથી, જેને લઈને ખેડૂતોને પોતાના ખેતરમાં પાકની હોળી સળગાવી સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો. ખેડૂતોનું કહેવું છે કે નિર્ણય લેવાનો મુદ્દો હોય ત્યારે સરકાર ઝડપી થાય છે, પરંતુ જામેલી સહાય આપવા આવે ત્યારે બહાના શોધવામાં સમય કાઢે છે.




