VIDEO: સાવલીમાં ટ્રેક્ટર પલટી જતાં ખેડૂતનું મોત, આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામે અકસ્માતની ઘટના સા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. ભમ્મર ઘોડા નજીક ખેતરમાં ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર પલટી જતાં ચાલક રમણભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રમણભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટરની નીચે દબાઈ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવલી પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે મુવાલ ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




