મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: નવાગામ-કરાવેલને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા હાલાકી

અંકલેશ્વર તાલુકામાં અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકામાં પડેલા અંદાજે 2 ઇં

તસવીર: gstv

અંકલેશ્વર તાલુકામાં અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાલુકામાં પડેલા અંદાજે 2 ઇંચ વરસાદ બાદ નવાગામ-કરાવેલને જોડતો ડાયવર્ઝન માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. માર્ગનો ભાગ ધોવાઈ જતા તંત્ર દ્વારા સેફ્ટી બેરિયર લગાવી અવરજવર બંધ કરવામાં આવી છે. ડાયવર્ઝન બંધ થતાં નવાગામ, કરાવેલ સહિત આસપાસના ચાર ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોને દૈનિક કામકાજ માટે હવે લગભગ 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચોમાસા પહેલાં બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ ન થતાં હાલની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો