VIDEO: VIDEO : ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસના કારણે મોત થયા
પંચમહાલના ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસે ફરી ચિંતા વધારી છે. વિંઝોલ અને જીતપુરા ગામના સરદાર ફળિયામા

પંચમહાલના ગોધરા તાલુકામાં ચાંદીપુરમ વાયરસે ફરી ચિંતા વધારી છે. વિંઝોલ અને જીતપુરા ગામના સરદાર ફળિયામાં રહેતા બે નાના બાળકોના ચાંદીપુરમ વાયરસથી સારવાર દરમિયાન મોત થયા છે. બંને બાળકોને તાવ અને ખેંચની ફરિયાદ સાથે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વડોદરા રિફર કરાયા હતા, જ્યાં તપાસમાં ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ આવ્યા હતા. ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ છતાં દર વર્ષે આવતા કેસોને લઈ આરોગ્ય તંત્રની તૈયારીઓ અંગે સવાલો ઊભા થયા છે.




