VIDEO: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મહત્વની આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ હાલમાં વાતાવરણમાં એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે વરસાદી માહોલ વચ્ચે પણ આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો વર્તમાન સ્થિતિ મુજબ જ યથાવત રહેશે, જેથી નાગરિકોને ગરમી અને અકળામણમાંથી આંશિક રાહત મળી શકે છે.




