VIDEO: શિક્ષણ વિભાગની મોટી બેદરકારીનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રના ૧૦ દિવસ બાદ પણ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રના ૧૦ દિવસ બાદ પણ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના ભણવા મજબૂર બન્યા છે. કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, રાજ્યના ૪૦૦થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ નથી અને ૨૦૮ પૈકી માત્ર ૧૫ રૂટ પર જ વિતરણ થયું છે. વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું છાપકામ પણ અધૂરું હોવાથી ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે અનિયમિતતા અને કૌભાંડની આશંકા વ્યક્ત કરી, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે શિક્ષણમાં પરિવર્તનના દાવાઓને માત્ર કાગળ પર ગણાવ્યા છે