VIDEO: ગુજરાતમાં 2 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની મહત્ત્વની આગાહી
VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠંડી અન

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠંડી અનુભવાઈ તો રહી છે પરંતુ હવે આગામી બે દિવસ બાદ કડકડતી ઠંડી પડવાની છે. જેથી આકરી ઠંડી માટે તૈયાર રહેજો. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બેવડી ઋતુની અસર રહેવાની છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ બાદ એટલે કે, 23 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું જોર વધવાનું છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. ગત 24 કલાકમાં કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડી વધુ પડવાની છે.




