મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ભાજપના જ કોર્પોરેટર આક્રમક

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં દાયકાઓ બાદ શાસક પક્ષના કોર્પ

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં દાયકાઓ બાદ શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા જ તંત્ર સામે ખુલ્લેઆમ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલે ટાઉન પ્લાનિંગ શાખાના કામકાજ અને વિવિધ મુદ્દાઓને લઈને અધિકારીઓને કટઘરામાં ઉભા કર્યા હતા. બેઠક દરમિયાન તેમના અનેક પ્રશ્નોના સંતોષકારક જવાબ અધિકારીઓ આપી શક્યા ન હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે અધિકારીઓના બચાવમાં મનપા કમિશનરને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. અંતે ટાઉન પ્લાનિંગ વિભાગ અને મનપા કમિશનરે તમામ મુદ્દાઓ પર બે દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની ખાતરી આપી હતી

આ સમાચાર શેર કરો