VIDEO: નડિયાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ 90 હજારની લાંચ લેતા લાયસન્સ સર્વેયરને રંગેહાથ ઝડપી લીધો
નડિયાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવી જમીન

નડિયાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવી જમીનની માપણીના અવેજમાં 90 હજારની લાંચ લેતા લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી લીધો છે. ફરિયાદીએ ખરીદેલી ખેતીની જમીનમાં હિસ્સા માપણી કરી ખૂંટ મારી આપવા માટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી.જે રકમ નડિયાદ બસ સ્ટેશન બહાર આવેલા એક પકોડી સેન્ટર પર સ્વીકારતા સમયે આણંદ ACBની ટીમે છટકું ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. હાલમાં એસીબી દ્વારા દિલીપસિંહ વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


