મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: કલેક્ટર કચેરી ખાતે વિવિધ માંગણીઓ સાથે શિક્ષકોના ધરણાં પ્રદર્શન

અમદાવાદ જિલ્લા શિક્ષક મંડળ દ્વારા આજે વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટર

અમદાવાદ જિલ્લા શિક્ષક મંડળ દ્વારા આજે વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા. શિક્ષકોએ જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવા અને વર્ષ ૨૦૧૧ પહેલાં ભરતી થયેલા શિક્ષકોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની મુખ્ય માંગ કરી હતી. શિક્ષક આગેવાનોએ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ માટે ચૂંટાતા અને આઠ પાસ પણ ન હોય તેવા ધારાસભ્યો-મંત્રીઓને કાયમી પેન્શન મળતું હોય, તો ૩૦ વર્ષ સુધી શિક્ષણ સેવા આપતા શિક્ષકોને પરીક્ષા આપવા દબાણ કરવું અને પેન્શન ન આપવું તે અન્યાય છે. વારંવારની રજૂઆતો છતાં સરકારે યોગ્ય નિર્ણય ન લેતા શિક્ષકોએ ચીમકી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી જુલાઈ મહિનામાં ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી મહાઆંદોલન છેડવામાં આવશે.

આ સમાચાર શેર કરો