મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: દૂષિત પાણીથી પરેશાન સ્થાનિકોના AMC કચેરીએ દેખાવો

અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો

અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભીલવાસ અને સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ વચ્ચે લોકો એએમસીની મુખ્ય કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી સ્વચ્છ પીવાનું પાણી ન મળતાં તેઓ ટેન્કર પર નિર્ભર બનવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી વધી રહી છે. દેખાવકારોએ તાત્કાલિક સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો