VIDEO: અમદાવાદ: એરપોર્ટ નજીકથી ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું
અમદાવાદના અતિ સંવેદનશીલ અને હાઇસિક્યોરિટી ઝોન ગણાતા એરપોર્ટના કાર્ગો બિલ્ડિંગ પાછળના ખુલ્લા મે

અમદાવાદના અતિ સંવેદનશીલ અને હાઇસિક્યોરિટી ઝોન ગણાતા એરપોર્ટના કાર્ગો બિલ્ડિંગ પાછળના ખુલ્લા મેદાનમાંથી પોલીસે મોટી સફળતા મેળવીને ડીઝલ ચોરીના એક હાઈપ્રોફાઈલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મેઘાણીનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ સ્થળે દરોડા પાડ્યા હતા, જ્યાં આઇસર ટ્રકમાંથી પાઇપ વડે ગેરકાયદેસર રીતે ડીઝલ કાઢીને કેરબામાં ભરી રહેલા 3 શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ રેડ દરમિયાન ચોરીનું ડીઝલ, કેરબા અને વાહનો સહિત કુલ 1.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એરપોર્ટ જેવા કડક સુરક્ષા ધરાવતા વિસ્તારની બિલકુલ નજીક જ લાંબા સમયથી ચાલી રહેલી આ ચોરીને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.




