VIDEO: કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકો અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો ગરમાયો
રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકો અંગે કરવામાં આવેલ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકો અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો ગરમાયો છે. આ નિવેદન સામે રાજકોટ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે.સંગઠનના અધ્યક્ષે મંત્રીના નિવેદનને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું છે કે, આ ટિપ્પણીથી સમગ્ર શિક્ષક સમાજની લાગણી દુભાઈ છે. શિક્ષકો વસ્તી ગણતરી, ચૂંટણીલક્ષી અને શાળાની ૧૦૦ જેટલી ઓનલાઈન કામગીરીઓ શિક્ષણના ભોગે પણ કરતા હોય છે. ક્લાર્ક કક્ષાની ફરજો બજાવવા છતાં મંત્રીનું આવું નિવેદન અત્યંત દુઃખદ છે. મહાસંઘ દ્વારા મંત્રી રમેશ કટારા પોતાનું નિવેદન તાત્કાલિક પરત ખેંચે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.