રાજ્યના કૃષિ મંત્રીએ આપ્યું શિક્ષકો અંગે કટાક્ષભર્યું નિવેદન, રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ
પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલા એક જાહ

પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શન અંગે કટાક્ષભર્યું નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ મંદિર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન સંબોધન કરતા મંત્રીએ શિક્ષકોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, શિક્ષકોએ તમામ આર્થિક લાભો મેળવ્યા હોવા છતાં તેમની માંગણીઓ પૂર્ણ થતી નથી અને વારંવાર વિરોધ પ્રદર્શન કરે છે. ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણ આપવાના બદલે મોબાઇલમાં વ્યસ્ત રહે છે. મંત્રીના આ નિવેદનને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.




