VIDEO: આદિપુર: પાણી ભરાયેલા ખાડામાં પેવરબ્લોકનું કામ, તંત્રની કામગીરી સામે સવાલ
કચ્છના ગાંધીધામના આદિપુરમાં વરસાદી પાણી ભરાયેલા ખાડાઓમાં પેવરબ્લોકનુ

કચ્છના ગાંધીધામના આદિપુરમાં વરસાદી પાણી ભરાયેલા ખાડાઓમાં પેવરબ્લોકનું કામ શરૂ કરીને પાલિકા અને કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી છે આદિપુરમાં એક ઇંચ વરસાદ બાદ ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા.. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળમાં પાણી ભરાયેલા ખાડાઓમાં જ પેવરબ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ સાથેની મિલીભગતને કારણે લાખો રૂપિયાના સરકારી કામમાં ધૂળ નાખવામાં આવી રહી છે. પાણી ભરાયેલા ખાડાઓમાં સીમેન્ટ અને બ્લોકની કામગીરી કરવાથી કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ પ્રકારની બેજવાબદારીને કારણે જનતાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે, જેથી તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.




