VIDEO:VIDEO:સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીની લહેર
અમરેલી જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે, જેના કારણ

અમરેલી જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે. સાવરકુંડલાના દોલતી, મેરીયાણા અને ચીખલી જેવા ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતીલાયક વરસાદ થવાથી પાકને નવું જીવન મળવાની આશા બંધાઈ છે, જેનાથી ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાના આ મિશ્ર વાતાવરણને પગલે ખેડૂતો હવે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા સેવી રહ્યા છે, જે તેમના પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.




