VIDEO: અમદાવાદના નિકોલની ચાણક્ય શાળામાં વિધાર્થીને થપ્પડ મારનાર શિક્ષક બરતરફ કરાયો
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય શાળામાં 27 જૂને માસ ડ્ર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય શાળામાં 27 જૂને માસ ડ્રિલ દરમિયાન ધોરણ 9-10ના વિદ્યાર્થીને વાત કરવા બદલ શિક્ષકે મારી હતી. પ્રિન્સિપાલ કમલેશ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને શિસ્ત જાળવવા સૂચના આપવા છતાં વાતો ચાલુ રાખતા શિક્ષકે ધોલ મારી હતી. વિદ્યાર્થીને કાનમાં દુખાવો થતાં વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. આ પછી વાલી 50 જેટલા લોકોને શાળાએ લઈને આવ્યા ત્યારે તરત શિક્ષકને બરતરફ કર્યા છે. બાળકને કોઈ મુશ્કેલી ન પડે તેની લેખિત ખાતરી આપવામાં આવી છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં વાલીઓના આક્ષેપ અને શિક્ષકોના બચાવ વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.




