VIDEO: ભારે વરસાદના કારણે નવસારી જીલ્લાના 89 માર્ગ વાહનવ્યવાહર માટે બંધ કરાયા
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર પર વ્યાપક અસર

ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી છે. જિલ્લામાં કુલ 89 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આમાંથી 84 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગને કારણે બંધ થયા છે, જ્યારે 4 રેલ્વે અંડરપાસમાં પાણી ભરાવાથી અને 1 રસ્તો નદી પર સ્ટ્રક્ચર ન હોવાના કારણે બંધ છે. 6 જુલાઈએ ૨૨ રસ્તાઓ બંધ હતા, જેમાં વધુ 67 રસ્તાઓ ઉમેરાતાં કુલ આંકડો 89 થયો છે.




