VIDEO : 108 એમ્બ્યુલન્સની ઘોર બેદરકારીથી દર્દીની ગંભીર હાલત
દર્દીઓ માટે 'જીવાદોરી' ગણાતી 108 એમ્બ્યુલન્સ જ એક પરિવાર માટે આફત બની ગઈ છે. સુ

દર્દીઓ માટે 'જીવાદોરી' ગણાતી 108 એમ્બ્યુલન્સ જ એક પરિવાર માટે આફત બની ગઈ છે. સુરતના ખારવડ નગર BRTS પાસે મોડી રાત્રે પુરઝડપે જઈ રહેલી 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા તે વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે દર્દી સ્ટ્રેચરની નીચે દબાઈ ગયો અને મેડિકલના સાધનો તેની છાતી પર પડ્યા હતા. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, કરોડરજ્જુની નસો બ્લોક થઈ જવાથી દર્દીના શરીરના નીચેના ભાગમાં હલનચલન બંધ થઈ ગયું છે. બે નાની દીકરીઓના પિતા એવા આ ગરીબ દર્દીની હાલત જોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પીડિતના ભાઈ મહેન્દ્ર મિશ્રાએ આ ગંભીર બેદરકારી બદલ ન્યાયની માંગ કરી છે.

