VIDEO: સાવરકુંડલામાં મેઘમહેર નાવલી નદી બે કાંઠે બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ
સાવરકુંડલામાં છેલ્લા કેટલાક દિવસોથી પ

સાવરકુંડલામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન નાવલી નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા તે બંને કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને કારણે શહેરના મુખ્ય બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યા છે, જેને પગલે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ નાવલી પોલીસ ચોકી સુધી પહોંચી જતાં સ્થિતિ ગંભીર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાવલી નદીએ આ વર્ષે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણીના વહેણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.




