VIDEO: ફોર્મ ચકાસણી વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં ઉતર્યા, હાઈકોર્ટ સુધી જવાની કરી વાત
સોર્સ : gstv
થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો આમને સામને આવી ગયા હતા. દરમિયાન આ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, થરાદના ભોરલ જિલ્લા પંચાયતની સીટ ઉપર પહેલાં જોગાજી રાજપુતનું કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયેલ હતું. એ જ વ્યક્તિએ થોડી વાર પછી ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. ચૂંટણી પંચ મુજબ પહેલા જે પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોય તે માન્ય રહે. બે બાળકો હયાત છે તેમ છતાં ભાભરના મીઠા તાલુકા પંચાયત સદસ્યનું ફોર્મ રદ કર્યું. બીજી એવી જ ઘટના વાવના ચાંદરવા તાલુકા પંચાયતની બની છે. અધિકારીઓ વાલા લાગવા અને સારી પોસ્ટ માટે મન ફાવે તેવા નિર્ણય લહી રહ્યા હોવાનો પણ આક્ષેપ સાંસદ ગેનીબેન ઠાકોર કર્યો હતો.

