Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : 2 sisters also lost their lives while trying to save their brother who was drowning in a lake in Dodgam, 3 children died togethe

Vav Tharad news: ડોડગામના તળાવમાં ડૂબતા ભાઈને બચાવવા જતાં 2 બહેનોએ પણ જીવ ગુમાવ્યો, એકસાથે 3 બાળકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vav Tharad news: ડોડગામના તળાવમાં ડૂબતા ભાઈને બચાવવા જતાં 2 બહેનોએ પણ જીવ ગુમાવ્યો, એકસાથે 3 બાળકોનાં મોત
સોર્સ : GSTV

Vav Tharad news:  બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકના ડોડગામમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં એક બાળક અને બે બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બાળકો મામાના ઘરે આવ્યા હતા, જ્યાં રમત-રમતમાં કાળ ભેટી ગયો હતો. મામાના ઘરે વ્હાલ સોયા ભાણેજોના મોતના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો
ઘટનાની વિગતો એવી છે કે, તળાવમાં માસીનો દીકરો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય બાળકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી ત્રણેયનાં ત થયા હતા. 

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ બાળકોનાં મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે અને વાવ પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.