મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરાના ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ અને ચોરી

પંચમહાલ જિલ્લામાં એકવાર ફરી મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. ગોધર

પંચમહાલ: ગોધરાના ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ અને ચોરી

પંચમહાલ જિલ્લામાં એકવાર ફરી મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 

 ગોધરા તાલુકાના ભામૈયા ગામે સીમમાં આવેલા પૌરાણિક એવા રંગેશ્વર મહાદેવ મંદિરનું તાળું તોડી કેટલાક અસામાજિક તત્વો અંદર પ્રવેશી મૂર્તિ ખંડિત કરી જલધારીની ચોરી કરી શખ્સો પલાયન થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા ગોધરા પોલીસ દોડતી થઈ હતી. બનાવને લઈને એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. ત્યારબાદ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો