VIDEO: દાદરા નગર હવેલીના મોરખલ ગામના લોકો પુલની સમસ્યાથી વર્ષોથી પરેશાન
VIDEO: દાદરા નગર હવેલીમાં આવેલા મોરખલ ગામમાં ખાડી પૂરને લીધે ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેના લીધે ત્રણ વર્ષથી પૂરથી ધોવાયેલા પુલથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રાતા ખાડી પર આવેલો પુલ આજથી ત્રણ વર્ષ અગાઉ ખાડી પૂર આવવાને લીધે ગામમાંથી બહાર જવા પુલ હતો જે વરસાદી પાણીમાં સંપૂર્ણ ધોવાયો હતો. જેથી ખાડીમાં પાણીનું લેવલ વધી જતા ચાલતા અને અવર-જવર કરવા માટે માત્ર એક દીવાલનો સહારો છે. પૂરના પાણીથી અડધા પુલનું નામોનિશાન દૂર થઈ ગયું છે. આવી સ્થિતિમાં લોકો જીવનાં જોખમે બ્રિજની ઉપરની દીવાલ પરથી પસાર થવા મજબૂર થયા છે.
તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ વખતે 4000ની વસ્તી સંપર્ક વિહોણી થઈ જાય છે. અને આ પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી થઈ રહી છે. જેથી વહીવટી તંત્ર આ સ્થિતિને જોઈને બ્રિજ બનાવે તેવી ગામના લોકોની માંગ છે
.

