VIDEO: માળિયાહાટીના તાલુકાના ગડુ શેરબાગની મેઘલ નદીમાં મગરો આવી જતા લોકોમાં ફફડાટ
સોર્સ : GSTV News
VIDEO: જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ગડુ શેરબાગ ગામની મેઘલ નદીમાં ચોમાસામાં ક્યાંકથી આઠથી 10 મગરો આવી ચઢતા લોકોમાં ડરનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી ચોમાસું જામ્યું છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. આ દરમિયાન ગડુબાગ શેરબાગ ગામમાંથી પસાર થતી મેઘલ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે. જેથી પાણીની સાથે ક્યાંકથી મગરો પણ આવી ગયા છે. જેના લીધે ગામમાં ફફડાટ વ્યાપ્યો છે.
મેઘલ નદીમાં મગરોની સંખ્યા વધી જતા ગડુ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચે ગામલોકોને ચેતવણી આપી છે. કે, નદીમાં મગર હોવાથી કોઈએ નદી પાસે કે અંદર જવું નહિ. જંગલ ખાતાએ તેમજ લાગતા વળગતા તંત્રએ નદીમાંથી મગરને પકડવાની સરપંચ તથા ઉપ સરપંચે તંત્રને રજૂઆત કરી હતી.

