Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Vapi: Scrap warehouses in Karvad caught fire, fortunately no casualties were reported

વાપી: કરવડમાં ભંગારના ગોડાઉનો આગની ઝપેટમાં આવ્યા, સદનસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વાપી: કરવડમાં ભંગારના ગોડાઉનો આગની ઝપેટમાં આવ્યા, સદનસીબે જાનહાનિ ટળી
સોર્સ : gstv

વાપીના કરવડ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય ત્રણ ગોડાઉન લપેટમાં આવી ગયા હતા. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાય હતો.

App Store

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી મનપા હદ વિસ્તારના કરવડમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં અન્યત્ર ગોડાઉન પણ આગની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી.

આગના ધુમાડા આકાશમાં દૂરદૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. ઘટનાને પગલે વાપી મનપા અને નોટિફાઇડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશકરોએ હાથ ધરેલી કવાયતમાં લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે વાપી મનપા હદ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં સમાયાંતરે આગના બનાવો વધી રહ્યા છે. પર્યાવરણ અને લોકોના જીવ સામો જોખમ ઉભું થઇ રહ્યું છે. મનપાએ મોટા ઉપાડે ગેરકાયેદસર ભંગારના ગોડાઉન દૂર કરવા અભિયાન હાથ ધરી ગોડાઉન દૂર કર્યા હતા. પણ કામગીરી અધૂરી રાખી હતી. ત્યારે મનપાના અધિકારી ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉન દૂર કરવા કાર્યવાહી કરે તે જરૂરી છે.