Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Vapi news: Candidates expressed their anger when unknown persons tore down banners in Ward No. 10 of Vapi Municipal Corporation

Vapi news: વાપીમાં વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવારોનું બેનર ફાડી નાખતા નારાજગી, હારનો લગાવ્યો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vapi news: વાપીમાં વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવારોનું બેનર ફાડી નાખતા નારાજગી, હારનો લગાવ્યો આક્ષેપ
સોર્સ : GSTV

Vapi news: વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 10ના ઉમેદવારોવાળું બેનર કોઈ અજાણા શખ્સો દ્વારા મોડી રાતે ફાડી દેવાવામાં આવ્યું. જેને લઈ ભાજપ ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે દરેક વોર્ડમાં ભાજપ દ્વારા ચાર-ચાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 10, 9 ઉમેદવાર વાળું બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં મધ્યરાત્રિએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બેનર દીવાલથી ઉખેડી ફાડી નાખવાના સીસીટીવી સામે આવતા જ ભાજપના ઉમેદવારો એ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સામે ઊભા રહેલા અન્ય પક્ષના ઉમેદવારોને હારવાની બીકે આ રીતની ટીખળ કરી હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે ઉમેદવારોએ આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી વાત કરી હતી અને જણાવ્યું હતું કે સામેવાળા પક્ષને એવું લાગી રહ્યું હતું કે અહીંના સ્થાનિક લોકો ભાજપની ફેવરમાં જવાના હોય જેના કારણે આ બેનર ફરવામાં આવ્યું હતું તેવું ઉમેદવારે જણાવ્યું હતું