Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Vapi court sentences man to 20 years rigorous imprisonment for impregnating teenager

વાપી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વાપી કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર નરાધમને 20 વર્ષની સખત કેદ
સોર્સ : gstv

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી સમયાંતરે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે હવસખોર આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડિતાને વળતર પેટે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

App Store

 કેસની વિગત એવી છે કે, વાપીના ચણોદ વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2024માં પાડોશમાં રહેતા રમેશ ગોરખનાથ પ્રજાપતિ પરિવારની 14 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) સાથે વાતચીત કરતો હતો. સમયાંતરે હવસખોર રમેશ કામીનીને પોતાની રૂમ પર બોલાવી સંબંધો બાંધતો હતો. જો કે હવસખોરના કૃત્ય અંગે કામીનીએ પરિવારને જાણ કરી ન હતી. જો કે માતાને કામીનીનું પેટ મોટુ થયાનું જણાતાં ડોકટર પાસે લઈ જતાં કામીની ગર્ભવતી હોવાનો ભાડો ફંટયો હતો. આખરે કામીનીએ પાડોશી રમેશ પ્રજાપતિના ગંભીર કૃત્ય અંગે આખી બિના જણાવતા માતા સ્તબ્ધ બની ગઈ હતી.

 હવસખોર રમેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા, પરિવારજનો સહિત લોકોની જુબાની અને મેડિકલ રિપોર્ટના આધારે અનેક પાસાઓ પર ધારદાર દલીલો કરી હતી. જજ ડો. એચ.એન.વકીલે આરોપી રમેશ પ્રજાપતિને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. સાથે પિડીતાને રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.