VIDEO: વલસાડના તિથલ રોડ પર પહેલા જ વરસાદે ભરાયા પાણી પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વલસાડમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે નગરપાલિકા અને માર્ગ-મકાન (R&B) વિભાગના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવી દીધા છે. વલસાડના પોશ ગણાતા તિથલ રોડ પર વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદને પગલે જ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સવાર-સવારમાં નોકરી-ધંધે અને કામે નીકળેલા વલસાડના સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થઈ ગયા હતા. લાખો રૂપિયાના ખર્ચે કરાતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા ગંભીર પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ભારે વરસાદની ચેતવણીઓ છતાં તંત્ર દ્વારા અહીં પાણીના નિકાલની કોઈ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પહેલા જ વરસાદમાં વીઆઈપી રોડ ગણાતા તિથલ રોડ પર સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાતા પાલિકાની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

