VIDEO: વલસાડ જિલ્લા માં મેઘરાજાની બેટિંગ ધમાકેદાર શુરૂ : ધોબી તળાવ વિસ્તારના ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા, પ્રિ-મોન્સૂનની ખુલી પોલ!
સોર્સ : gstv
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. ધોધમાર વરસાદના કારણે વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં અનેક ઘરો અને દુકાનોમાં કમર સુધીના વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરી અને વેપારીઓના કિંમતી માલસામાનને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આફતને કારણે વલસાડના જનજીવન પર સીધી અને માઠી અસર પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા યોગ્ય પ્રિ-મોન્સૂન કામગીરી અને નાળાઓની સફાઈ ન કરાઈ હોવાના કારણે જ આજે જનતાએ આ ભોગવવાનો વારો આવ્યો છે.

