VIDEO: વલસાડના નાનકવાડામાં પાણી વચ્ચેથી ગાડી કાઢવી ભારે પડી: જોખમી સાહસ કરનારા અનેક કાર ચાલકો પાણીમાં ફસાયા
સોર્સ : gstv
વલસાડ શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે કેટલાક કાર ચાલકોનું જોખમી સાહસ સામે આવ્યું છે. રસ્તાઓ પર વ્યાપક પાણી ભરાયેલું હોવા છતાં, અનેક ઉત્સાહી કાર ચાલકો તેમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરી મુશ્કેલીમાં મુકાયા છે.વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં પાણીથી લબાલબ રસ્તા પરથી એક મારુતિ વાન ચાલક અચાનક પોતાની ગાડી કાઢવા જતાં અધવચ્ચે જ ફસાઈ ગયો હતો. કાર બંધ થઈ જતાં ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો, પરંતુ ત્યાં હાજર મીડિયાકર્મીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવી ગાડીને ધક્કો મારી હેમખેમ બહાર કાઢી હતી.

