Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Well near Jupiter intersection in Vadodara, earth collapsed,

Video/ Vadodaraના જ્યુપિટર ચાર રસ્તા પાસે પડ્યો કુવા જેવડો ભૂવો, પાલિકાની કામગીરી સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત રહી છે. ગત રાત્રે શહેરના જ્યુપિટર ચાર રસ્તા પાસે અચાનક મસમોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો હતો. કુવા જેટલો ઊંડો ખાડો પડતા આસપાસના લોકો દહેશતમાં આવી ગયા હતા.

App Store

સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા તંત્રની બેદરકારી અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અત્યાર સુધી 20થી વધુ ભૂવો પડી ચૂક્યા હોવાની ચર્ચા છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા ભૂવા ફરતે તાત્કાલિક બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. જોકે, વારંવાર ભૂવો પડવાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.