Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Water line broke again in Vadodara, thousands of liters of drinking water was wasted

VIDEO: વડોદરામાં ફરી પાણીની લાઈન તૂટી, હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના હરીનગર બ્રિજ નીચે પાણીની લાઈનમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર બે દિવસ અગાઉ જ આ જ વિસ્તારમાં લાઈન તૂટવાની ઘટના બની હતી, છતાં તંત્રએ તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે કામગીરી દરમિયાન લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું છે. એક તરફ શહેરીજનો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાની આવી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. પાણીની આ બરબાદીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી ફરી ભ્રષ્ટાચારની ભેટ ચડશે?

App Store