VIDEO: વડોદરા: અલકાપુરી રોડ પર મોલમાં ગેરકાયદેસર બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
સોર્સ : GSTV
વડોદરાના અલકાપુરી રોડ પર આવેલા શ્રીમ શાલિની મોલમાં બાકી વેરાના કારણે અગાઉ સીલ કરાયેલી દુકાનોમાં ગેરકાયદેસર દબાણ થતાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. આ કામગીરી દરમિયાન એક જ્વેલર્સ દ્વારા કરાયેલું ઓટલાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક દુકાનદારે જવાના રસ્તા પર મારેલું ગેરકાયદેસર શેડનું સીલ તોડીને તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ તોડફોડ દરમિયાન દુકાનદારો અને પાલિકાના વોર્ડ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પાલિકાની ટીમ સાથે અકોટા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

