VIDEO: વડોદરા: સાવલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સોર્સ : GSTV
વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાવલી, ગોઠડા, ટુંડાવ, કરચિયા, રસુલપુર અને વાકાનેર સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ભારે બાફરા અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીકાર્યોને વેગ મળવાની આશા જાગી છે. વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

