Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Massive fire breaks out in mobile shop near Vadsar Bridge in Vadodara,

Video/ Vadodara માં વડસર બ્રિજ નજીક મોબાઈલ શોપમાં ભીષણ આગ, વહેલી સવારે દોડધામ મચી

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલી એક મોબાઈલ શોપમાં આજે મંગળવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ગભરાટ અને દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારની આ ઘટનાને કારણે દુકાનમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

App Store

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

મોબાઈલ શોપમાં આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

દુકાનમાં રહેલા મોબાઈલ, બેટરી અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ સામાનને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. જોકે, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો અને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી.

આગ લાગવાનું કારણ રહસ્યમય

સદનસીબે, આ બનાવ વહેલી સવારે બન્યો હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ દુકાનમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.  આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી એક રહસ્ય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.