VIDEO: ઈરાન-અમેરિકા યુદ્ધની વડોદરામાં અસર! રો-મટીરિયલ મોંઘું થતા અગરબત્તી, ધૂપ અને કપૂરના ભાવમાં ઝીંકાયો વધારો
VIDEO: ઈરાન અમેરિકા યુદ્ધ ની અસર હવે ભક્તિ પર જોવા મળી છે વડોદરા મા હવે અગરબત્તીના ભાવ બમણા થયા છે, રો-મટીરીયલના ભાવ વધતા અગરબત્તીના ભાવ વધ્યા હોવાની વાત બહાર આવી છે. અગરબત્તી માટે વપરાતું DEP મોંઘું થયું છે બાયપેટ્રોલિયમ પ્રોડક્ટ છે DEP. યુદ્ધની અસર હવે ભક્તિ પર જોવા મળશે. ભક્તિની સુવાસ મેળવવી મોંઘી થઈ છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા કેમિકલ મોંઘું થતા અસર જોવા મળી છે.
ઈરાન - અમેરિકા ઈઝરાયલ યુદ્ધની અસર હવે તમામ ક્ષેત્રો પર જોવા મળી રહી છે. અને તેની અસર હવે ભક્તિ સુધી પહોંચી છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા બાય પેટ્રોલિયમ પ્રોડક્ટ મોંઘી થઈ છે. અને રો મટીરીયલની અછત જોવા મળી રહી છે. આ બંને પરિબળોને કારણે અગરબત્તીના ભાવ જે 120 - 140 રૂપિયે કિલો હતા હતા તે હવે 240 રૂપિયે કિલો પર પહોંચ્યા છે.
કારણ કે અગરબત્તી, ધૂપ માટે વપરાતું DEP કેમિકલ પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ છે તે મોંઘું થતા તેની અસર જોવા મળી છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ પાસે જૂનો સ્ટોક હતો તે પૂરો થવા આવ્યો છે અને નવા સ્ટોકમાં ભાવ વધતા અગરબત્તીના ભાવ વધ્યા છે. અને આગામી દિવસોમાં ધૂપ અને કપૂરના ભાવમાં પણ 100 રૂપિયા પ્રતિ કિલો વધશે. અથવા ભાવ હાલના પ્રમાણે રાખી તેમાં ક્વોન્ટીટી ઓછી કરવી પડશે.

