Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Discussion about giving expired bottles to patients at Gotri Hospital in Vadodara

Video/ Vadodaraની ગોત્રી હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવ્યાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર બેદરકારીના આક્ષેપોને કારણે ચર્ચામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીને કથિત રીતે એક્સપાયરી ડેટ (મુદત વીતી ગયેલી) વાળી બોટલ ચઢાવવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

મુદસ્સર શેખ નામના દર્દીને પેટમાં ઇન્ફેક્શનની ફરિયાદને કારણે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  સારવાર દરમિયાન દર્દીને બે બોટલ ચઢાવવામાં આવી હતી, જેમાંથી એક બોટલની ડેટ એક્સપાયર થઈ ગઈ હતી તેવું સામે આવ્યું છે. આ બનાવને પગલે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આંગળી ચીંધાઈ રહી છે અને દર્દીની સુરક્ષા તથા સ્વાસ્થ્ય જોખમાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દર્દીને એક્સપાયર થયેલી દવા કે પ્રવાહી ચઢાવવું એ મેડિકલ બેદરકારીનો ગંભીર મામલો ગણાય છે. આ ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે કેમ, તે અંગેની વિગતો હજી સુધી જાણી શકાઈ નથી.